શ્રી સતવારા સમાજ – રાજકોટ પ્રેરિત

શ્રી સતવારા જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત

તૃતીય સમૂહ લગ્નોત્સવ

સવંત ૨૦૭૨ મહા વદ-૮ (આઠમ) ને રવિવાર તા. ૧૯-૨-૨૦૧૭ ના રોજ આયોજન કરવામાં આવેલ છે. વિવિધ ગામોની ૨૧ દીકરીઓને એક માંડવેથી વિદાય આપવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરેલ છે.

વધુ માહિતી માટે click કરો

આ વેબસાઈટ આપના સમાજ ની માહિતી આપના સમાજ ના લોકો સુધી તેમજ દુનિયા ના બીજા લોકો સુધી પહોચાડવા માટે બનાવેલ છે.

આ વેબસાઈટ બનવા પાછળ નો હેતુ બીજી કોઈ વેબસાઈટ ની હરીફાઈ કે કોઈ પણ સંગઠન ની હરીફાઈ કરવાનો નથી.

આ વેબસાઈટ માટે આપના સલાહ-સુચન આવકાર્ય છે. આપ દ્વારા મોકલવામાં આવેલ સલાહ-સુચન મુજબ અમે લોકો જરૂરિયાત મુજબ વેબસાઈટ માં ફેરફાર કરતા રહીશું.

આપ દ્વારા મોકલવા માં આવતી માહિતી અમે લોકો મહિના ના આખરી દિવસો માં અપલોડ કરીએ છીએ. કોઈ પણ નૌકરી ને એનાઉશ્મેન્ટ હોય તો અમે લોકો ઇમરજન્સી ની રીતે અપલોડ કરી નાખીએ છીએ.

તો કોઈ માહિતી આપની પાસે હોય ને મુકવા માંગતા હોય તો અમને ચોક્કસ થી હજી પણ મોકલી આપો.


 

Proud to be Samaj – સમાજ ને ગર્વ છે

ક્ષમા યાચના

આ વેબસાઈટ ઉપર જે માહિતી મુકવા માં આવેલ છે તે અમેને આપના સમાજ ના કોઈ સાહિત્ય કે કોઈ જ્ઞાતિ બંધુ દ્વારા મળેલ છે. તેને અમે ચકાસી -તપાસી ને મુકેલ છે. છતાં પણ જો કોઈ ભૂલ ચૂક રહી ગઈ હોય તો અમારું ધ્યાન દોરવા માટે ઇમેલ અથવા ફોન કરી ને જણાવી શકો છો. છતા પણ કોઈ માહિતી થી કોઈ ની લાગણી દુભાણી હોય તો આપના આ જ્ઞાતિ બંધુ ને નાનો ભાઈ સમજી ને ક્ષમા કરશો.

હજી બહુ બધી માહિતી અમારી જોડે આવી રહી છે તે અમે લોકો સમયાંતરે વેબસાઈટ ઉપર ચડાવતા રહીશું ને આપને જણાવતા રહીશું. આ વેબસાઈટ ને અંગ્રેજી માં પણ બનવાની છે પણ પહેલા ગુજરાતી માં બની જાય પછી કેમ કે આપનો ૮૫% સમાજ ગુજરાતી જાણે છે હા અમુક લોકો ફોરેન માં છે જેમના માટે આપને ભવિષ્ય માં અંગ્રેજી માં વેબસાઈટ બનાવીશું.

આપણા સમાજ માંથી ઘણા બધા મિત્રો ના અમને સુજાવ આવેલ છે, તે દરેક સુજાવ જે યોગ્ય છે, તે અમે લોકો સમયાંતરે જરૂર થી આ વેબસાઈટ ઉપર અમલ કરીશું. પરંતુ વેબસાઈટ બનવા માટે ને માહિતી ને વ્યવસ્થિત ટાઈપીંગ કરવા માં ટાઇમ જાય છે એટલે બધા સુજાવ એક જોડે અમલ માં મુકવા શક્યા નથી.

આ વેબસાઈટ પર આપણી જ્ઞાતિ ની માહિતી મુકવા માટે આપનો સહકાર આવકાર્ય છે.

આ ભગીરથ કામ આપના સહકાર વગર પૂર્ણ થાય નહિ માટે આપની પાસે જે કાઈ પણ આપણા સમાજ ને લગતી માહિતી હોય તે અમને મોકલવા વિનંતી. Email : info@satvarasamaj.in 

માહિતી જેવી કે –

૧. આપણો સમાજ ક્યાં કયા વસેલ છે ?

૨. આપણી જ્ઞાતિ માં કેટલી સરનેમ/અટકો નો સમાવેશ થાય છે?

૩. આપણી જ્ઞાતિ ના દાકતર/Doctor, એન્જિનિઅર/Engineer, કવિઓ/Poets, વેપારી/Businessman અથવા તો કોઈ પણ વ્યવસાય ની માહિતી વગેરેનો ડેટા mail કરશો તો અમે આપણી વેબસાઈટ પર લીસ્ટીંગ કરીશું.

૪. આપણી જ્ઞાતિ ના કંપની ધારકો. કોઈ પણ વ્યવસાય કરતા હોય તો તે પણ ડેટા મોકલી શકે છે .

૫. લગ્ન માટે છોકરા કે છોકરી ને શોધ કરતા હોય તો આપનો બાયોડેટા મોકલી આપશો તો તે પણ અમે અહી મૂકી આપીશું .

૬. આપણી જ્ઞાતિ ની હોસ્ટેલ, છાત્રાલયો, ધર્મશાળાઓ કે બીજી કોઈ સંસ્થા ની માહિતી.

૭. અથવા તો આપણી જ્ઞાતિ ની કોઈ પણ માહિતી મોકલશો તો તે આપણી જ્ઞાતિ ના વિકાસ માટે જ અહી મુકવામાં આવશે.

૮. આપણા મંતવ્યો પણ આવકાર્ય છે.