અહીં આપણા સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર્ગદર્શન મળે તે હેતુથી
આ પેજ બનાવેલ છે.

આપની પાસે કોઈ પણ માહિતી હોય તો અમને ચોક્કસથી મોકલી આપો. તેથી આપણા સમાજના વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવી શકે.

માહિતી મોકવા Click Here

Education Guide – શિક્ષણ માર્ગદર્શન

ધોરણ ૧૦ પછી શું ? પસંદગીના વિકલ્પો
ધોરણ ૧૦ પછી શું ? મુખ્ય વિકલ્પો
ધોરણ ૧૦ પછી કારકિર્દીની ઉજ્જવળ તકો (ડિપ્લોમા અભ્યાસક્રમો)
ધોરણ ૧૦ પછીના માર્ગો
કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા કયા કયા પ્રમાણપત્રો તૈયાર રાખશો ?
ટી. ઈ. બી. પેટર્નના વ્યવસાયલક્ષી સર્ટિ. અભ્યાસક્રમો

ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ ન મેળવી શકનાર વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સ કરવા માટે રાજ્યમાં ૧૦૫ જેટલી સંસ્થાઓમાં ટેક્નિકલ એકઝામશિન બોર્ડ દ્વારા માન્ય આશરે ૫૦ જેટલા ૧થી ૨ વર્ષના વ્યવસાયલક્ષી સર્ટિફિકેટ કોર્સિસ ચલાવાય છે. આમાંથી કેટલાક કોર્સિસ પછી જે તે સંબંધિત ડિપ્લોમા-એન્જિ.માં ૧૫:૧ ની અનામત જગ્યા પર પ્રવેશનો હક્ક મળે છે. આઇટીઆઇ: વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા રાજ્યમાં ૨૨૫ જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સો કરતાં પણ વધુ કોર્સિસ ચાલે છે. અન્ય અભ્યાસક્રમો: ‘પ્રિપીટીસી: બાલમંદિર-બાલવાડીઓમાં કારકિર્દી ઘડવા માટે ૧૦ જેટલી સંસ્થાઓમાં એક વર્ષનો કોર્સ ચાલે છે. ‘ફાઈન આર્ટસ: ધો-૧૦માં ચિત્ર વિષય રાખનાર કે ડ્રોઇંગ ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ થયેલાં વિદ્યાર્થી ૧૬ જેટલી ફાઈન આર્ટસ કોલેજોમાં પાંચ વર્ષના કોર્સ કરી શકે છે. ‘કૃષિ અભ્યાસક્રમો: ૧૬ જેટલાં કૃષિ વિદ્યાલયોમાં ૨ વર્ષનો ‘કૃષિ ડિપ્લોમા’ તથા પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર ખાતે એક વર્ષનો ‘લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર’નો કોર્સ છે. ‘સી.પી.એડ.: પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષક તરીકેની કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ પછી ૨ વર્ષની મુદતનો ‘સર્ટિફિકેટ ઇન ફિઝીકલ એજ્યુકેશન’ (સી.પી.એડ.)નો કોર્સ ૭ જેટલી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. ‘અમદાવાદ ખાતે ‘ઈન્ડો-જર્મન ટૂલ રૂમ’ સંસ્થામાં ‘ડિપ્લોમા ઇન ટુલ એન્ડ ડાઇ-મેકિંગ’ તેમજ ‘સર્ટિફિકેટ ઇન મશિનિસ્ટ ટુલ રૂમ’ નામના કોર્સ પણ છે. ‘ગર્વમેંટ આયુર્વેદિક કોલેજ, વડોદરા ખાતે ‘આયુર્વેદ કંપાઉન્ડર’ તેમજ જિલ્લા પંચાયત હેઠળની સરકારી હોસ્પિટલોમાં ‘ફિલ્મ હેલ્થ વર્કર’નો કોર્સ કરી શકાય.

પોલિટેક્નિકો, ૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૨૨ જેટલી ખાનગી પોલિટેક્નિકોમાં ૨૦ પ્રકારના વિવિધ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ૬ અન્ય વ્યવસાયલક્ષી ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવાય છે.

સિવિલ એન્જિાનિયરિંગ ૬ સેમેસ્ટકર એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ મિકેનિકલ એન્જિપનિયરિંગ

૩ ઇલેકટ્રિકલ એન્જિ‍નિયરિંગ

૪ કેમિકલ એન્જિનનિયરિંગ

૫ પ્રિન્ટિં્ગ ટેકનોલોજી

૬ સિરામિક ટેકનોલોજી

૭ આર્કિટેકચર આસિસ્ટેન્ટ શિપ ૭ સેમેસ્ટજર (૧ સે. ટ્રેનિંગ)

૮ ઓટોમોબાઇલ એન્જિજનિયરિંગ ૬ સેમેસ્ટજર

૯ મેટલર્જી

૧૦ ટેક્ષ્ટા ઇલ મેન્યુંફેકચરિંગ

૧૧ ટેક્ષ્ટા ઇલ પ્રોસેસિંગ

૧૨ માઇનિંગ એન્જિ્નિયરિંગ

૧3. મેકાટ્રોનિક્સ

૧4. હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજી

૧5. પ્લાસ્ટિક એન્જીનીયરિંગ

16 ફેબ્રિકેશન ટેકનોલોજી

17. સિવિલ એન્જીનીયરિંગ (ડી.એલ.એમ.)

18. મિકેનીકલ એન્જીનિયરીંગ (ડી.એલ.એમ.

19. ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ (ડી.એલ.એમ.)

20. એન્વાયરમેન્ટ ઈજનેરી

21. બાયો મેડિકલ ઇજનેરી

22.ટ્રાન્સપોર્ટેશન ઇજનેરી

અનુ. અભ્યાંસક્રમનું નામ અભ્યાંસક્રમની મુદત સેમેસ્ટકરમાં પ્રવેશ લાયકાત
સિવિલ એન્જિજનિયરિંગ ૬ સેમેસ્ટાર એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ
મિકેનિકલ એન્જિરનિયરિંગ
ઇલેકટ્રિકલ એન્જિસનિયરિંગ
કેમિકલ એન્જિનનિયરિંગ
પ્રિન્ટિં્ગ ટેકનોલોજી
સિરામિક ટેકનોલોજી
આર્કિટેકચર આસિસ્ટેન્ટ શિપ ૭ સેમેસ્ટજર (૧ સે. ટ્રેનિંગ)
ઓટોમોબાઇલ એન્જિજનિયરિંગ ૬ સેમેસ્ટજર
મેટલર્જી
૧૦ ટેક્ષ્ટાલઇલ મેન્યુંફેકચરિંગ
૧૧ ટેક્ષ્ટાસઇલ પ્રોસેસિંગ
૧૨ માઇનિંગ એન્જિ્નિયરિંગ
કોમ્પ્યુટરમાં માસ્ટર બનાવતા અભ્યાસક્રમો

વિદ્યાર્થી શિક્ષણની શરૂઆત કરે ત્યારથી જ એટલે કે પ્રાથમિક શિક્ષણની સાથે જ શાળામાં કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. ખાનગી વર્ગોમાં પણ કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધી ઓછામાં ઓછું કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તો વિદ્યાર્થી મેળવેજ છે. એસ.એસ.સી.માં પણ વિદ્યાર્થી વિષય તરીકે કોમ્પ્યુટર લઇ શકે છે.

આઇ. ટી. આઇ. ના અભ્યાસક્રમો
પોલીટેકનીક ડીપ્લોમા એન્જીનીયરીંગનાં અભ્યાસક્રમો
ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ

(૧) આર્ટસના વિષયો રાખીને અથવા (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્યા પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્કૂરલ લે છે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્કૂ્લ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે

ધોરણ ૧૧ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ
બી.સી.એ.નો અભ્યાસક્રમ

ધો.૧ર કોઇપણ પ્રવાહમાં પાસ કર્યા પછી કોઇપણ યુનિ. સંલગ્ન કોલેજમાં, ત્રણ વર્ષનો અભ્યાસક્રમ.

એમ. એસસી. (સીએ એન્ડ આઇટી) નો અભ્યાસક્રમ

ધો.૧ર પાસ (ગણિત, ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આંકડાશાસ્ત્ર, એલીમેન્ટસ ઓફ એકાઉન્ટન્સી, એલીમેન્ટસ ઓફ બુકકીપીંગ) પછી પાંચ વર્ષની મુદતનો એમ.એસસી. ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ થઇ શકે છે.

એન્જીનીયરીંગ (ડિગ્રી) ના અભ્યાસક્રમો (બી. ઇ.)
ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ
સામાન્ય પ્રવાહ સાયન્સ/ વિજ્ઞાન પ્રવાહ ગૃહવિજ્ઞાન (હોમસાયન્સ) ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અન્ય વિકલ્પો
કોમર્સઅને આર્ટ્સ
સ્નાતક (B.A.)
સ્નાતક (હોમ સાયન્સ)
સ્નાતક (B.Com)
સ્નાતક (B.BA.)
સ્નાતક (B.C.A)
સ્નાતક (L.L.B.)
C.A.
I.C.W.A.
અનુસ્નાતક  (M.A.)
અનુસ્નાતક  (M.Com.)
અનુસ્નાતક  (M.B.A.)
અનુસ્નાતક  (M.C.A.)
અનુસ્નાતક (L.L.M.)
અનુસ્નાતક  (M.Lib.)
અનુસ્નાતક  (M.S.W.)
C.S. ઈન્ટીગ્રેડ
અભ્યાસક્રમ
અન્ય ઘણા અભ્યાસક્રમો
વિજ્ઞાન- હોમ સાયન્સ
અન્જિનિયરિંગ સ્નાતક (B.E.)
ફાર્મસી સ્નાતક (B.Pharm.)
આયુર્વેદ (B.A.M.S.)
હોમિયોપેથી (B.H.M.S.)
એલોપેથી(M.B.B.S.)
ફિઝિયોથેરાપી(B.Phy.)
વેટનરી
બાયો ટેકનોલોજી ડીગ્રી
ડીગ્રી એન્જીનીયરીંગ
બી. ફાર્મ (ફાર્મસી)
(આયુર્વેદ ડૉક્ટર)
(આયુર્વેદ ડૉક્ટર)
પેરામેડિકલ
નર્સિગ
સ્નાતક(B.SC.)
સ્નાતક(B.B.A.)
સ્નાતક(B.C.A.)
સ્નાતક(L.L.B.)
અનુસ્નાતક(M.B.A.)
અનુસ્નાતક(M.C.A.)
અનુસ્નાતક(M.Lib.)
ઈન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો
અન્ય ઘણા અભ્યાસક્રમો
આ પ્રવાહમાં મોટે ભાગે છોકરીઓ એડમિશન લે છે.
બી. એ. હોમસાયન્સ
બી. એસસી.
હોમસાયન્સ
(B.R.S)
સ્વરોજગારીની તકો
શિક્ષણ ક્ષેત્રે પીટીસી, પ્રિપીટીસી
આઈ.ટી.આઈ.
કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો
ચિત્ર, સંગીત,વ્યાયામ
ડિપ્લોમા અભ્યાસક્ર્મો
એક્ષ્ટર્નલ અભ્યાસક્ર્મો
વ્યવસાયલક્ષી અભ્યાસક્ર્મો
અન્ય ઘણા અભ્યાસક્ર્મો

વિજ્ઞાન પ્રવાહ

“ એ ” જુથ :

આ જુથમાં મેથેમેટીક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જુથ સાથે ધોરણ-12 પાસ થતા વિધાર્થીને એન્જિનિયરિંગ, આર્કિટેક, ફાર્મસી, બી.એસસી., એમ.બી.એ. વગેરે અભ્યાસક્રમોમા પ્રવેશ મળી શકે છે, પરંતુ મેડિકલ લાઈનમાં પ્રવેશ મળી શકતો નથી. કારણ કે મેડિકલ લાઈનમાં જવા માટે બાયોલોજી વિષય ભણવો ખાસ જરુરી છે.

“ બી “ જુથ :

મેથેમેટિક્સ વિષયમાં ઓછા માર્ક આવવાનો ડર હોય તો તોમને માટે બી જુથ પસંગ કરવું એકદમ યોગ્ય છે. આ જુથમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, અંગ્રેજી વગેરે વિષયો ભણવાના હોય છે. આ વિષય જુથ પસંદ કરનાર વિધાર્થી ધોરણ 12 પાસ કર્યા પછી મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, ફાર્મસી, બી.એસસી., એમ.બી.એ. વગેરે વિધાશાખામાં પ્રવેશ મેળવી શકે છે.

“ એ-બી “ જુથ :

એ, અને બી જુથનું સંયોજન એટલે જ એ-બી જુથ. સાયન્સ પ્રવાહમાં ભણી ધોરણ – 12 સાયન્સ પછી ઉપલબ્ધ તમામ વિધાશાથામાં પ્રવેશ મેળવવાનો લાભ ઉઠાવવા ઈચ્છતા અને ગણિત તેમ જ વિજ્ઞાન બંને વિષયોથી ન ગભરાતાં વિધાર્થીઓએ આ જુથ પસંદ કરવું એકદમ ફાયદાકારક છે. આવા વિધાર્થીને મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદીક, હોમિયોપેથી, ફાર્મસી, આર્કિટેક્ટ, બી.એસસી., એમ.બી.એ. વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી શકે છે.

સામાન્ય પ્રવાહ :

આર્ટસ અને કોમર્સના વિષયો ધરાવતા કોમર્સ (વાણિજ્ય) અને આર્ટસ (વિનયન) એમ બે અલગ અલગ જુથને બદલે સામાન્ય પ્રવાહ (જનરલ સ્ટ્રીમ) નામનો એક જ રાખવામાં આવ્યોછે. ધોરણ -11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ વખતે ભણવાના વિષયોની પસંદગીમાં કયા વિષયો રાખવામાં આવે છે. તેને આધારે આગળ ધોરણ -12 પાસ કર્યા પછી તેમને આર્ટસ ગ્રેજ્યુએટ (બી.એ.) કે કોમર્સ ગ્રેજ્યુએટ (બી.કોમ.) થવાની તક મળે છે. એકાઉન્ટિંગ, બિઝનેસ, મેથેમેટિક્સ, અર્થશાસ્ત્ર, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટેસ્ટિક્સ વગેરે જેવા વિષયો રાખનાર વિધાર્થી કોમર્સ સ્ટ્રીમમાં ગણાય છે. જ્યારે એકાઉન્ટિંગ વિષય સિવાયના તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે જેવા વિષયો રાખનાર વિધાર્થી આર્ટસ સ્ટ્રીમમાં ગણાય છે. આ પ્રવાહમાં ધોરણ – 12 પાસ થનાર વિધાર્થી રાખેલ વિષયોને આધારે બી.કોમ. અને બી.એ. ઉપરાંત બી.સી.એ., બી.બી.એ., બી.આર.એસ., બી.મ્યુઝ., બી.પી.એડ., પી.ટી.સી., હોટલ મેનેજમેન્ટ, જનરલ નર્સિંગ વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે છે.

ગૃહ વિજ્ઞાન પ્રવાહ :

વિજ્ઞાન અને કલાના સમન્વય દ્રારા ઘરને અને સમાજને શારીરિક, સાંસારિક અને આર્થિક રીતે તંદુરસ્ત બનાવવાનું, સુયોગ્ય રીતે સંચાલન કરવાનું શિક્ષણ આપતા પ્રવાહને ગૃહવિજ્ઞાન પ્રવાહ એટલે કે હોમ સાયન્સ સ્ટ્રીમ કહે છે. ગૃહ – સંચાલન એક વિશેષ કાળજી માગી લેતી બાબત છે. ગૃહ – સંચાલનનો વૈજ્ઞાનિક અભિગમ એટલે જ હોમસાયન્સ. આ પ્રવાહ મોટેભાગે વિધાર્થીનીઓ પસંગ કરતી હોય છે. ગૃહવિજ્ઞાન પ્રવાહમાં ધોરણ – 12 પાસ થયા પછી બી.એ. (હોમ સાયન્સ) તેમજ બી.એસસી. (હોમસાયન્સ) ના અભ્યાસ માટે આગળ વધી હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ શકાય છે. રાજ્યોમાં ઘણી શાળામાં આ પ્રવાહ ઉપલબ્ધ છે.

ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. જે ગામડાઓનો બનેલો છે. ગ્રામ્ય અર્થકારણ અને સમાજ વ્યવસ્થાને અનુરુપ ખેતી/ખાદી ઉધોગ વગેરેને લગતા અભ્યાસ માટે સામાન્ય પ્રવાહ પસંદ કરી શકાય. આ પ્રવાહમાં ધોરણ – 12 પાસ ખયા પછી બેચલર ઓફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.) ની ડિગ્રી મેળવી શકાય છે.

વ્યવસાયલક્ષી પ્રવાહ

વિવિધ રોજગારલક્ષી વ્યવસાયો માટે વ્યવસાયિક ક્ષમતા ઉભીકરવા માટે કેટલીક શાળાઓમાં પ્રવાહ પણ ઉપલબ્ધ હોય છે.