Saileshbhai Chavda – Sujangadh

WhatsApp-Image-2022-07-13-at-4.31.05-PM.jpeg

સતવારા સમાજનું સાચું ઘરેણું 💫

સુરેન્દ્રનગરના મુળી તાલુકાનું નાનું એવું ગામ સુજાનગઢ

આખા ગુજરાતના સતવારા સમાજને બ્લડ (લોહી) 💉🩸 ની જરૂર પડે એટલે બ્લડ ની સગવડતા કરવામાં સૌથી પહેલું નામ શૈલેષભાઈ ચાવડા (હુલામણું નામ શૈલેષ દાદા)નું જ આવે

સાવ ગરીબ પરિસ્થિતિ માં ઉછરેલા શૈલેષભાઈ ચાવડા અપંગ હોવાને કારણે સરખો મોબાઈલ પણ વાપરી નથી શકતા અને અપંગ હોવાને કારણે મેસેજ ટાઈપીંગ પણ નથી થતું મેસેજ લખવા માટે વોઈઝ ટાઈપીંગ નો ઉપયોગ કરે છે

આખા ગુજરાતમાં સાવ મફતમાં બ્લડ ની સગવડતા કરી આપવાને કારણે આખા ગુજરાતમાં દરેક જ્ઞાતિ માંથી અઢળક સંખ્યાબંધ 🏆🥇 સીલ્ડ અને સન્માન પત્ર મેળવેલ

સતવારા સમાજની એક નવી જ ઓળખ ઉભી કરવામાં શૈલેષદાદા નો પણ ફાળો છે (સોશિયલ મીડિયા માં દલવાડી નામ થી ૨૫-૩૦ ગ્રુપ બનાવેલ તેની બીજા જ્ઞાતિ વાળા પણ નોંધ લે છે)

એક જ મોબાઈલમાં અંદાજીત ૨૫-૩૦ ફેસબુક ગ્રુપ અને દરેક તાલુકા અને જીલ્લા વાઈઝ WhtasApp ગ્રુપ ચલાવે છે એ પણ સાવ એકલા હાથે કોઈની મદદ વગર ધન્ય છે તમારી જનેતા ને

શૈલેષદાદા એ જીંદગીમાં પૈસા નથી કમાણા પણ ઈજ્જત જરૂર કમાણા છે

સતવારા સમાજ માટે દરરોજ ૧૫ થી ૨૦ કોલ રીસીવ કરીને અલગ અલગ જગ્યા એ ૧૫ થી ૨૦ જગ્યાએ બ્લડ ની સગવડતા કરી આપવી એ શું સહેલું છે અને એ પણ એક પણ રૂપિયો લીધા વગર

દરરોજ ઈમરજન્સી બ્લડ પહોચાડવું એ પણ બહુ કઠીન છે

શૈલેષદાદા એ ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ પણ કરાવ્યા અને નજીક માં બ્લડ ડોનેશન કેમ્પ હોય ત્યાં તેમની અચૂક હાજરી હોય છે

શૈલેષભાઈ ચાવડા સુજાનગઢ | મોબાઈલ નંબર :- 98257 43499

શૈલેષભાઈ સિધ્ધનાથ દાદા આપનું જીવન સુખ, સમૃદ્ધિ વચ્ચે હંમેશા સ્વસ્થ રહો અને ઇશ્વર આપને ખુબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરું છું

હિતેશ જાદવ સતવારા ✍️

scroll to top